

ત્રાજપર ખારીના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે દારૂની ૪૮ બોટલ અને મોબાઈલ સહીત ૨૧,૩૨૦ નો મુદામાલ જપ્ત કરી આરોપીને ઝડપી લીધો છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્રાજપર ખારીમાં રહેતા આરોપી પ્રવીણ ઉર્ફે પવો રઘાભાઈ સનુરાના મકાનમાં દારૂનો જથ્થો રાખી ગેરકાયદે વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી પોલીસે દારૂની ૪૮ બોટલ કીમત રૂ ૧૬,૩૨૦ અને મોબાઈલ કીમત રૂ ૫૦૦૦ મળીને કુલ રૂ ૨૧,૩૨૦ નો મુદામાલ જપ્ત કર્યો છે અને આરોપી પ્રવીણ સનુરાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે