મોરબીમાં ૫૦ હજારનું ૪૦ હજાર વ્યાજ ચુકવ્યું છતાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી 

 

મોરબીના સિંધી વેપારીએ મહિલા આરોપી પાસેથી રૂ ૫૦ હજાર વ્યાજે લીધા હતા જેનું રૂ ૪૦,૦૦૦ વ્યાજ ચુકવ્યું હતું અને મૂળ રકમ પણ ચૂકવી દીધા છતાં વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી કરી વ્યાજ ના આપે તો ભાડાની દુકાને જઈને ફરિયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી

 

મોરબીના નાની વાવડી ધર્મનગર સોસાયટીમાં રહેતા વિવેકભાઈ પ્રકાશભાઈ માવાણી (ઉ.વ.૨૭) વાળાએ આરોપી જયાબેન ખીમજીભાઈ મોરાડીયા રહે નજરબાગ મફતિયાપરા ભડિયાદ તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વિવેકભાઈએ જયાબેન પાસેથી રૂ ૫૦,૦૦૦ ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ વ્યાજે લીધા હતા અને અલગ અલગ તારીખે રોકડેથી કુલ રૂ ૪૦,૦૦૦ વ્યાજ ચૂકવી આપ્યું છે અને મૂળ રકમ ગૂગલ પેથી ચૂકવી આપ્યું છે

 

આમ છતાં ૨૧ ઓગસ્ટ ૨૦૨૫ થી આજદિન સુધી મહિલા આરોપીએ વ્યાજ અને મૂળ રકમની ઉઘરાણી કરી વ્યાજ ના આપે તો ફરિયાદીની ભાડાની દુકાન કેપિટલ માર્કેટમાં જઈને ફરિયાદીના પત્ની સાથે બોલાચાલી કરી ગાળો આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.