ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી નિમિતે તા. ૦૭ થી સાયકલ યાત્રાનો પ્રારંભ


તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબી જીલ્લામાં તા. ૦૯ ના રોજ પહોંચશે
મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતી ઉજવણી પ્રસંગે ગાંધીજીના જીવન મુલ્યો અહિંસા અને સ્વચ્છતા તેમજ ડ્રગના દુષણ સામે જન-જનને સંદેશો પહોંચાડવા તા. ૦૭ ના રોજ ગાંધીભૂમિ પોરબંદરથી સાયકલ યાત્રાનો પ્રારંભ થશે જે ૧૩૦૦ કિમી સુધી પ્રવાસ કરીને રાજધાની ન્યુ દિલ્હી પહોંચશે
CAPF દ્વારા આયોજિત સાયકલ યાત્રા તા. ૦૭ ના રોજ પોરબંદરથી પ્રસ્થાન થશે જે ન્યુ દિલ્હી સુધી યોજાશે આ સાયકલ યાત્રામાં BSF, CRPF, CISF, ITBP, SSB, NSG, અને આસામ રાયફલના ૫૦૦ જવાનો સહભાગી થશે. સાયકલ યાત્રા પોરબંદરથી તા. ૭ નાં રોજ પ્રસ્થાન થયા બાદ ચાર રાજ્યો ગુજરાત, રાજસ્થાન, હરિયાણા થઇ ને દિલ્હીમાં પ્રવેસશે. યાત્રા તા.૭ પોરબંદર ચોપાટીથી શરૂ કરી કુતીયાણા થઇ તા. ૮ ના રોજ રાજકોટ, તા.૯ ટંકારા મોરબી, તા. ૧૦ માળીયા તા.૧૧ આડેશર, તા. ૧૨ રાધનપુર, તા. ૧૩ ના રોજ થરાદ થઇને રાજસ્થાનમાં પ્રવેશ કરશે. યાત્રાને સફળ બનાવવા CAPF, પોરબંદર જિલ્લા વહિવટીત્ર અને જિલ્લા પોલીસ દ્રારા ખાસ આયોજન કરવામાં આવ્યુ છે.




