

મોરબીના ચકચારી મોમ્સ હોટેલ સંચાલક આપઘાત કેસમાં ઝડપાયેલ આરોપી ગીરીરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ગોહિલનો જામીન પર છુટકારો થયો છે
મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં આરોપી ગીરીરાજસિંહ પ્રદ્યુમ્નસિંહ ગોહિલ રહે યુનીવર્સીટી રોડ રાજકોટ વાળા વિરુદ્ધ વ્યાજ અને મરવા મજબુર કર્યાની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો પોલીસે આરોપીને અટક કરી નીચલી અદાલતમાં રજુ કરી જ્યુડી. કસ્ટડીમાં જેલહવાલે કર્યા બાદ આરોપીએ મોરબીના સીનીયર એડવોકેટ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબીના વિશેષ ન્યાયાધીશ અને અધિક સત્ર ન્યાયાધીશની કોર્ટ સમક્ષ સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલાર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી
આરોપી તરફેના વકીલ મનીષ પી ઓઝા (ગોપાલ ઓઝા) એ સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કરી ધારદાર દલીલો કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી ગીરીરાજસિંહ ગોહિલને શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કર્યા છે
આરોપી તરફે વકીલ મનીષ પી ઓઝા (ગોપાલભાઈ) અને મેનાઝ એ પરમાર રોકાયેલ હતા




