હળવદ જીઆઇડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવનિયુક્ત એકઝીકયુટીવ એન્જિનિયરનું સન્માન

જે. એલ. બરંડાનું શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવવામાં આવી

 

હળવદ જીઆઇડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલમાં નવ નિયુક્ત એકઝીકયુટીવ એન્જિનિયર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે  જીઆઇડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડા સાહેબને  શાલ ઓઢાડી અને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

નવ નિયુક્ત  જે.એલ.બંરડા સાહેબ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને અને ગ્રાહકોને સારી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી આ પ્રસંગે હળવદ જીઆઇડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 

મયુર રાવલ હળવદ

Leave A Reply

Your email address will not be published.