મોરબી બાર એસોના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર તરીકે નિમણુક

 

છેલ્લા ૧૫ વર્ષથી મોરબી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે સક્ષમ નેતૃત્વ પૂરું પાડતા દિલીપભાઈ અગેચણિયાની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના કો-ઓપ્ટ મેમ્બર (Co-opt Member) તરીકે નિમણૂક થતા અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે

માનનીય ચીફ જસ્ટિસ શપથવિધિ સમારોહ જેવા અનેક મહત્વપૂર્ણ પ્રસંગોમાં મોરબીનું ગૌરવપૂર્ણ પ્રતિનિધિત્વ કરનાર અને સમગ્ર ગુજરાતના જિલ્લા બાર એસોસિએશનોમાં પ્રમુખ તરીકે બિન હરીફ ચૂંટાયેલા હોય એવા એક માત્ર ઉમેદવાર તેમજ ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન ગ્રુપના સક્રિય સભ્ય તરીકે દરેક મીટિંગમાં હાજરી આપી મોરબીનું નેતૃત્વ કરનાર દિલીપભાઈ અગેચણિયાની આ ઉપલબ્ધિ બદલ સમગ્ર મોરબી બાર એસોસિએશન પરિવાર ગૌરવ અનુભવે છે.

 

Leave A Reply

Your email address will not be published.