


ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં યોજાઈ રહેલા ‘ખેલ મહાકુંભ-૨૦૨૬’ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ સ્પર્ધાઓનો યોજાઈ રહી છે. મોરબી મહાનગરપાલિકાકક્ષા તથા મોરબી ગ્રામ્ય જિલ્લાકક્ષાની સ્પર્ધાઓ અંતર્ગત કુલ ૨૪ જેટલી અલગ-અલગ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ રમતગમત મહોત્સવ હેઠળ બેડમિન્ટન, વોલીબોલ અને જુડો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં મોરબી જિલ્લાના ઉત્સાહી રમતવીરોએ ભાગ લઈને રમત પ્રત્યેનો પોતાનો જોશ અને ઉત્સાહ દર્શાવ્યો હતો અને વિવિધ વયજૂથના ખેલાડીઓએ ખેલદિલીની ભાવના સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.


