

મોરબી જિલ્લાના અમરદીપ પેટ્રોલ પંપની બાજુમાં, હળવદ ખાતે પ્રાકૃતિક ગેસ વિતરણ પ્રણાલીના લોકાપર્ણ પ્રસંગે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે,શીપીંગ અને કેમિકલ અને ફર્ટીલાઇઝર(રાજયકક્ષા) ના કેન્દ્રીય મંત્રી મનુસુખભાઇ માંડવીયાએ કર્યુ હતું.
આ પ્રસંગે મનસુખભાઇ માંડવીયાએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે, ગેસના બાટલાના બદલે ધરે ધરે ગેસ પાઇપલાઇન મળે તે માટે આપણા પ્રધાનમંત્રીએ જોયેલ સ્વપ્ન આજે સાકાર થશે. દરેક રાજયમાં દરેક શહેર અને ગામમાં ગેસ પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચે તેનો પ્રારંભ થઇ ચુકયો છે. અને જયાં જયાં ગેસ પાઇપલાઇન છે. તેમની નજીક સી.એન.જી.પેટ્રોલ પંપ શરૂ થશે જે દરેક નાગરીકને પરવડે અને આ ગેસ પ્રણાલીથી પ્રદુષણ પણ ઘટશે.
ત્યારબાદ પ્રધાનમંત્રી દ્વારા એક વિડીયો કોન્ફરરન્સ દ્વારા ૬૫ ભૌગોલીક સ્થાનોના ૧૨૯ જિલ્લામાં ૯મી સીજીડી બીડીંગ રાઉન્ડથી સીટીગેસ ડિસ્ટ્રીબ્યુશનના કાર્યક્રમને મનસુખભાઇ માંડવીયા અને ઉપસ્થિત મહાનુભાવોએ લોકાપર્ણ કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ પ્રસંગે સાંસદ દેવજીભાઇ ફતેપરા,ભાજપ મહામંત્રી હિરેન પારેખ,જયોતિસિંહ જાડેજા, ભાજપ અગ્રણી બીપીનભાઇ દવે, હરદેવસિંહ જાડેજા, રણછોડભાઇ પટેલ, રજનીભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા,પ્રાંત અધિકારી ખાચર અને બહોળી સંખ્યામાં નાગરિક ઉપસ્થિત રહયાં હતાં.