મોરબી : ટૂ વ્હીલર માટે આરટીઓની નવી સીરીઝ “GJ 36 N” ખુલશે

મોરબી જિલ્લામાં દ્રિચક્રી પ્રકારના વાહનો માટે તા.06/12/2018 ના રોજ GJ 36 N(એન)૧ થી ૯૯૯૯ સુધીના નંબરોની નવી સીરીઝ શરૂ કરવામાં આવનાર છે. પસંદગી નંબર મેળવવા અરજદારે નિયત ફી રૂા.૧૦૦૦/-તથા ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૫૦૦૦/- તથા સીલ્વર નંબરની ઓછામાં ઓછી ફી રૂા.૨૦૦૦/- સરકારે નક્કી કરેલ છે.

જેમાં ગોલ્ડન નંબર ગોલ્ડન 1,5,7,9,11,99,111, 333,555,777, 786,999,1111, 1234,2222,3333,4444, 5555, 7777, 8888,9000,9009, 9090, 9099,9909,9990,9999 ની ફી ૫૦૦૦ તેમજ સિલ્વર નંબર 2,3,4,8, 10,18,27,36,45, 54,63,72,81,90,100,123 ,200,222, 234,300,303, 400,444,456,500, 567,600,678,700, 789,800, 888,900, 909,1000, 1001,1008,1188,1818,1881,2000,2345,2500,2727,2772,3000,3456,3636, 3663,4000,4455,4545, 4554,4567,5000,5005,5400,5445,5454,6000, 6336, 6363, 6789,7000,7007,7227,7272,8000, 8008,8055,8118, 8181 ની ફી ૨૦૦૦ રૂ. તેમજ અન્ય નંબરની ૧૦૦૦ રૂ ફી નક્કી કરવામાં આવી છે

૧) GJ 36 N(એન)સીરીઝમાં પસંદગી નંબર માટે અરજી જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઇ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલ હોય તેવા જફોર્મને પસંદગી નંબર માટે ધ્યાને લેવામાં આવશે.

૨) પસંદગીના નંબરો મેળવવા માટે તા.૨૦/૧૧/૨૦૧૮ થી તા. ૦૪/૧૨/૨૦૧૮ સુધી https://parivahan.gov.in/fancy/પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે તથા તા.૦૫/૧૨/૨૦૧૮ ના રોજ કલાક સવારે ૦૯:૦૦ થી તા.૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ૧૬:૦૦ કલાક સુધી ઓનલાઇન ઇ-ઓક્શન ખુલ્લુ રહેશે તથા તા.૦૬/૧૨/૨૦૧૮ ના રોજ ૧૭:૦૦ કલાકે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઇ-ઓક્શનનું પરિણામ નોટીસ બોર્ડ પર મુકવામાં આવશે. તેમજ પરીવહન સાઇટ પર ઓનલાઇન પણ જોઇ શકાશે.આ સિવાય પસંદગીના નંબરના અરજદારે પુછપરછ માટે રૂબરૂ સંપર્ક સાધવો નહી.

૩) પસંદગી નંબરો ઓક્શન બાદ સફળ અરજદારોનુ લીસ્ટ તથા અસફળ અરજદારોનુ લીસ્ટ કોમ્પ્યુટર દ્વારા જનરેટ થશે.

૪) ઓકશનની પ્રક્રીયા દરમ્યાન વાહન સોફ્ટવેરમાં તથા અન્ય કોઇ ટેકનીકલ અનિયમિતતા ઉભી થશે તો તેનુ યાંત્રીક નિવારણ થયા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

૫) ઇ-ઓક્શન પ્રક્રીયા પૂર્ણ થયા બાદ સફળ અરજદારોએ ભરવા પાત્ર થતી રકમ દિવસ-૫ માં ઇ-પેમેન્ટ દ્વારા ભરણું કરવાનું રહેશે.આ ફોર્મ સાથે અરજી કરેલ ફોર્મ CNA અનેઇ-પેમેન્ટની રસીદલગાવી આર.ટી.ઓ કચેરીમાં તા.૧૦/૧૨/૨૦૧૮ ના રોજ ૦૪:૦૦ કલાક સુધીમાંફોર્મને ચકાસણી અર્થે જમા કરવાનું રહેશે, જેની ખાસ નોંધ લેવી. તા.૧૦/૧૨/૨૦૧૮સુધી મળેલ અરજીઓ જ માન્ય રહેશે ત્યાર બાદ મળેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.

૬) સફળ અરજદારોએ નિયત સમય મર્યાદા (દિવસ-૫)માં બીડની રકમનું ઇ-પેમેન્ટ કરી ફોર્મ એ.આર.ટી.ઓ કચેરી, મોરબી ખાતે જમા કરવામાં અરજદાર નિષ્ફળ જશે તો ભરેલ રજીસ્ટ્રેશન રકમ જપ્ત થશે અને પસંદગી નંબર આપોઆપ રદ થઇ જશે ત્યાર બાદ પેમેન્ટ વગરની અરજીઓને રદ બાતલ ગણવામાં આવશે.

૭) પસંદગી નંબર માટે આવેલ અરજી બાબતે કોઇ વિવાદ હશે તો તેવા કિસ્સામાંસહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીએ લીધેલ નિર્ણય આખરી રહેશે. પસંદગી નંબર માટે આવેલ અરજીઓ તે નોંધાયેલ અરજી પત્રકો તથા દફતરે કરેલ અરજીઓ સીરીઝ શરૂ થયાની તારીખથી ત્રણ માસ સુધી કચેરીના હિતમાં જાળવવામાં આાવશે.

પસંદગી નંબરની ફાળવણી દરમ્યાન કોઇ કર્મચારી કે અધિકારીની ફરજમાં રૂકાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે તો તે વ્યકિત સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસના હવાલે કરવામાં આવશે. જેની સર્વે અરજદારોએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

Comments
Loading...
WhatsApp chat