મોરબી જીલ્લામાં રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી

ગ્રાહકોને કનડતા વિવિધ પ્રશ્નો સંસ્થાને મોકલવા અનુરોધ

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી આગામી માસે કરવાની હોય જે અંતર્ગત ગ્રાહકોને સતાવતા વિવિધ પ્રશ્નો ગ્રાહક સુરક્ષા મંડળને સમયસર પહોંચાડી દેવા યાદીમાં જણાવ્યું છે

મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તા. ૨૪ ડીસેમ્બરથી રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહની ઉજવણી શરુ થતી હોય જેથી ગ્રાહકોના પ્રશોન જેવા કે ટેલીફોન, વીજળી, વીમો, પોસ્ટઓફીસ, રેલ્વે, એસટી અને ભેળસેળ તથા પર્યાવરણ અને ડુપ્લીકેટ વસ્તુ તેમજ છેતરામણી જાહેરાત દ્વારા થતી છેતરપીંડી અંગે ગ્રાહકને લગતી ફરિયાદ તા. 15 ડીસેમ્બર સુધીમાં સંસ્થાની ઓફીસ સૂર્યોદય કોમ્પ્લેક્ષ, પરા બજાર ઓફીસ નં ૪૯ ખાતે બે નકલમાં મોકલવા જણાવ્યું છે તેમજ રાષ્ટ્રીય ગ્રાહક સપ્તાહ ઉજવણી નિમિતે મોરબીના કર્મનિષ્ઠ કર્મચારી અને પ્રમાણિક વેપારીના સન્માન કરવામાં આવશે તેમ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદી જણાવે છે

Leave A Reply

Your email address will not be published.