વાંકાનેરમાં નકલંક મંદિર દ્વારા રવિવારે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે

વાંકાનેર પાસેના કેરાળા ગામે આવેલ રાણીમાં રૂડીમાં ના ઠાકરના જ્યાં બેસણા છે તેવી આ પાવન ભૂમિ ઉપર નકલંક મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં અષાઢી બીજાના પવન પર્વ પર જોબાળા ગામના બાંભવા પરિવાર દ્વારા ઠાકોરજીને ધજા ચડાવવામાં આવશે,નવાગામ(રાજકોટ)માં રહેતા અજયભાઈ ઝાપડા પરિવાર દ્વારા ઠાકોરજીના વાધા અર્પણ કરવામાં આવશે તથા વાંકાનેર નકલંક ટી-સ્ટોલ પરબતભાઈ,લાલાભાઈ અને કરશનભાઈ બાંભવા જહેમત ઉઠાવી રહ્યા છે.તેમજ રાત્રીના ભવ્ય સંતવાણી દ્વારા વાતાવરણમાં ભક્તિનો રસ ફેલાવશે.આ પવન પર્વ પર મહંત શ્રી મુકેશભગત ગુરુશ્રી ભવાનભગતએ ભક્તોજનોને પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

 

Comments
Loading...
WhatsApp chat