



મોરબી જિલ્લામાં હળવદ સીએસસીનો સમાવેશ કરાયો છે. જિલ્લા ક્ષય કેન્દ્રમાં નવો બ્લોક બનતા તેમાં સીએસસીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારની સૂચના અને હુકમ હોવા છતાં આજદિન સુધી પગાર ચુકવવામાં આવ્યો નથી. ઉપરી કચેરી અને ટ્રેઝરી ઓફિસને પૂછતાં ચોક્કસ કારણ અને જવાબ મળતા નથી. આ અંગે હળવદ સામુહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકે રાજયમંત્રી જ્યંતી કવાડિયાને રજુઆત કરી છે અને જલ્દી પગાર થાય તેવી રજુઆત કરી છે.

