મોરબી : ઈંગ્લીશ દારૂનો ધંધો કરતા કાકાએ પોલીસને બાતમી આપ્યાની શંકા રાખી ભત્રીજાને મોતને ઘાટ ઉતાર્યો

આરોપી કાકા સહીત ચાર ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં હત્યાની ફરિયાદ નોંધાઈ

 

 

મોરબીના રહેવાસી ૩૦ વર્ષીય યુવાનને તેના કાકા સહિતના ચાર ઇસમોએ મોતને ઘાટ ઉતારી દીધો હતો આરોપી કાકા દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા હોય અને પોલીસને બાતમી આપ્યાનો શક વહેમ રાખી અન્ય ત્રણ ઈસમો સાથે મળીને કાકાએ ભત્રીજાને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ બંદુકના ભડાકા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો

 

સુરેન્દ્રનગર સુધારા પ્લોટના રહેવાસી ઈરફાન ગફુર ભટ્ટીએ આરોપીઓ ફારૂક અલારખા ભટ્ટી, રીયાઝ ફારૂક ભટ્ટી, સમીર સૈયદ અને નાઝી૨ દિવાન રહે બધા થાનગઢ સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૨૦ ના રાત્રીના ફરિયાદી અને તેનો ભાઈ રમઝાન બંને લીંબડી ત અલુકાના બોરાણા ગામે તળાવ ખાતે મચ્છીમારી કરવા રાત્રીના અગિયાર વાગ્યે ગયા હતા અને વહેલી સવારે ચારેક વાગ્યે બનેવી ઇમરાન ગફુર માલાણીનો ફોન આવ્યો અને જણાવ્યું કે તેના મિત્રનો ફોન આવ્યો હતો અને વાત કરી કે હનીફભાઈ જે મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા હત ત્યાં કાકા ફારૂકભાઈ ભટ્ટી, તેનો દીકરો રીયાઝ ભટ્ટી અને તેની પાસે કામ કરતા સમીર અને નાઝીર એમ ચારેય ઈસમો હનીફને કોઈપણ હથિયારથી માર મારી બંદુકથી ભડાકા કરી પૂરું કરી નાખેલ છે

 

જેથી મોરબી વિસીપરામાં રહેતા મામા અલીઅસગર ઇશાક મોવરને ફોન કરતા તેને વાત કરી કે મોરબીના શોભેશ્વર રોડ પર રહેતા હનીફ ભટ્ટીના ઘરે કાકા ફારૂકભાઈ સહિતના ચારેય ઈસમો કોઈ વાહન લઈને આવ્યા હતા અને હનીફ રહેતો હતો ત્યાં જઈને હનીફનું પૂરું કરી નાખ્યું છે જેથી પરિવારને વાત કરી મોરબી આવ્યા હતા આમ ફરિયાદીના કાકા ફારૂકભાઈ અલ્લારખાભાઈ ભટ્ટી ઈંગ્લીશ દારૂનો ગેરકાયદેસર ધંધો કરતા હતા અને જયારે તેના પર પોલીસ કેસ થાય ત્યારે કાકા ફરિયાદીના ભાઈ હનીફને કહેતા મારા ધંધાની પોલીસને તું બાતમી આપી મને પોલીસમાં પકડાવે છે તેવો શક વહેમ રાખી અન્વાર્નાવાર ભાઈ સાથે ઝઘડા કરતો હતો અને જેનો ખાર રાખી કાકા ફારૂક, તેનો દીકરો રીયાઝ અને સાથે કામ કરતા સમીર અને નાઝીર એમ ચારેય ઇસમોએ ભાઈ હનીફભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ બંદુકના ભડાકા કરી મોતને ઘાટ ઉતાર્યો હતો મોરબી બી ડીવીઝન પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.