


ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં ૨૧ જૂન અેટલે “વિશ્વયોગ દિવસ” આજના દિવસે ગામના યુવાનો, વડિલો, મહિલાઓ, તેમજ વિધાર્થીઅો ” વિશ્વયોગ દિવસ “ની ૨૧ જૂન સમય : સવારે ૫-૧૫ થી ૬-૧૫ સુધી “આઝાદબાગ” ખાતે ઉજવણી કરવામાં આવી.
” યોગ શું છે…? યોગ શબ્દનો અર્થ છે જોડવું. જીવાત્માનું પરમાત્માં સાથે મિલન.”
વ્યકિતના સર્વાંગી વિકાસ માટે યોગ અત્યંત લાભદાયી છે. ભોજનમાં જેટલું મહત્વ નમકનું છે તેટલું જીવનમાં યોગનું છે. યોગના સીધા ફાયદા જોઈએ તો યોગથી આપણું મન એકાગ્ર બને અને શરીર નિરોગી થાય છે. યોગથી તનને તાજગી મળે તેમજ સ્પર્ધાત્મક યુગમાં ટેન્શન ફ્રી રહીઅે. આ હેતુંથી આયોજન કરેલ છે. યોગ સમયે આશન (શેતરંજી) તથા પાણીની બોટલ પણ સાથે લઈને યોગકર્તા આવ્યા હતા. યોગની સાથે સાથે “શરીરને સ્વસ્થ તેમજ ભારતને સ્વચ્છ ” કેમ રાખવું તે ટિપ્સ આપવામાં આવી હતી..
* વહેલા સૂઈને વહેલા ઉઠીઅે,
* સવારે સ્નાન કરીને પુજાપાઠ કરીઅે
* કપડા સુતરાઉ અને ખુલતા પહેરીઅે
*કુદરતી જીવન જીવીઅે તેમજ ક્રૃત્રિમ સાધનો અોછા વાપરીઅે
* વૃક્ષો વાવીઅે અને વૃક્ષોનું જતન કરીઅે પર્યાવરણ બચાવીઅે
* પ્લાસ્ટીક ઝબલા તેમજ પ્લાસ્ટીક પાઉચ કે પ્લાસ્ટીક કપમાં ચા ન પીવી અને ભારતને પ્લાસ્ટીક મુક્ત બનાવીઅે
* ચોમાસામાં મચ્છરથી થતા રોગોથી બચવાં ઘરમાં ગુગળ તેમજ લિમડાનો ધુમાડો કરીઅે
* ડબલ રિફાઈન તેલ ખાવા કરતા ઘાણીઅે કઢાવેલું શુધ્ધ તેલ ખાઈઅે
* કેમિકલ અને કાસ્ટીક સોડા વગરનો ગોળ ખાઇઅે
* ઘી-દુધ-દહીં ગાયનું ખાઈઅે, મહેમાનોને સ્વદેશી પીણાનો આગ્રહ કરીઅે
* રાત્રી ભોજનમાં ખાટા પદાર્થ ન ખાઈઅે તેમજ લિલોત્રી શાકભાજીનો વધું ઉપયોગ કરીઅે
* સરકારી મિલ્કતનું જતન કરીઅે અને રોડ-રસ્તા પર નિયમોનું પાલન કરીઅે.
* સ્વસ્થ વ્યકિત, સ્વસ્થ પરિવાર,સ્વસ્થ ગામ, સ્વસ્થ રાષ્ટ્ર
અેટલે ” સ્વદેશી” ઉપચાર જેવી અનેક ટિપ્સ આપવામાં આવી હતી.
સમાજમાં પરિવર્તન લાવવા માટે પહેલા વ્યકિતઅે પોતાનામાં પરિવર્તન લાવવું પડે. પોતાનામાં પરિવર્તન લાવ્યા વિના સમાજમાં પરિવર્તન લાવવાની વાત વ્યર્થ છે.
આ પ્રસંગે ગામના જ યોગ નિષ્ણાત યુવાનો કામરીયા કિશોરભાઈ, ડી.સી.રાણસરીયા, બી.પી. પટેલ તેમજ આયોજક કર્તા પિન્ટું મેરજા હાજર રહ્યા હતા.અને ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો. આજના દિવસે માધ્યમિક અને પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિધાર્થી-વિધાર્થીનીઅો તેમજ આચાર્યશ્રીઅો, શિક્ષકગણ સામુહિક વિશ્વયોગ દિવસ” ની ઉજવણી કરવામાં હાજર રહ્યા હતા.