

મોરબી બી ડીવીઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરલીનો જુગાર રમતા એક શખ્શને દબોચી લીધો હતો. સામાકાંઠે આવેલા જનકલ્યાણ સોસાયટી વિસ્તારનો રહેવાસી અતુલ પ્રમોદરાય લોહાણા (ઉ.વ.૪૭) વાળાને પોલીસે જાહેરમાં વરલી ફીચરના આંકડા લઈને જુગાર રમતા ઝડપી લઈને તેની પાસેતીહ રોકડ રકમ રૂપિયા ૧૬,૫૪૦ અને એક મોબાઈલ કીમત રૂપિયા ૫૦૦ મળીને ૧૭,૦૪૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.