



મળતી વિગતો મુજબ વાંકાનેર હાઈવે પર આવેલી વરમોરા ગ્રેનાઈટો પ્રાઈવેટ લીમીટેડ કંપની માંથી ગત તારીખ ૧૫/૪/૨૦૧૭ ના રોજ જી.જે.૦૬ એ.વાય ૯૧૪૭ નંબર ના ટ્રકમાં ડ્રાયવર રૂપિયા ૮.૧૩ લાખ થી વધુ નો ટાઈલ્સ નો માલ લઇ ભોપાલ આવેલી પેરામાઉટ સેનેટરી માટે લઇ ને નીકળ્યો હતો પણ ત્યાં માલ પોહચ્યો ન હોવાથી વરમોરા કંપનીના કર્મચારી કલ્પેશ પ્રજાપતિએ અમરદીપ ટ્રાન્સપોર્ટ માલિક ચતુરભાઈ , ટ્રકના માલિક સમીરભાઈ અને ટ્રકના ડ્રાઈવર સહિત ૩ સામે રૂપિયા ૮.૧૩ લાખ થી વધુની છેતરપીડી ની ફરિયાદ દાખલ કરાવી છે જેની વધુ તપાસ તાલુકના પી.એસ.આઈ. કે.બી.જાડેજા ચલાવી રહ્યા છે

