મોરબી – ટંકારામાં માલધારી સમાજ દ્વારા અષાઢીબીજ ની ભવ્ય શોભાયાત્રા

રબારી-ભરવાડ સમાજ પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા

અષાઢી બીજે મોરબીમાં નીકળતી રથયાત્રા મચ્છુમાતાની રથયાત્રા આજે સવારે આસ્થાભેર નીકળી હતી. આ ભરવાડ-રબારી સમાજનું પ્રતિક સમી મચ્છુ માતાજીની રથયાત્રા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આજે સવારે રથયાત્રાનું પ્રસ્થાન મચ્છુ માતાજીનું મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું . આ રથયાત્રામાં ભરવાડ અને રબારી સમાજના હજારો લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોવા મળ્યા હતા. અને ઉત્સાહભેર પરંપરાગત ટીટોડો- હુડો રાસ રમ્યા હતા ને. રથયાત્રામાં શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી.મચ્છુ માતાની આ ભવ્ય રથયાત્રા જે રથયાત્રા માં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તે માટે રેન્જ આઈજી ઉપરાંત એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ, પાંચ પી.એસ.આઈ અને ૧૩૦ પોલીસ જવાનો તથા એસઆરપી સહિતનો ચુસ્ત બંદોબસ્ત સાથે તેનાત કરવામાં આવ્યા હતા તો ટંકારાના ભરવાડ અને રબારી સમાજ દ્વારા મચ્છુ માંની રથયાત્રા વ્યસન  મુક્તિ બેનરો સાથે નીકળી હતી .સિધ્ધિ વિનાયક ગ્રુપની ચોકમાં અરિવંદ બારૈયા અને તેની ટીમે દ્વારા  પાણી ના પાઉચથી નું વિતરણ કરવામાં આવ્યું હતું.રથયાત્રા મુખ્ય માર્ગો પર નીકળી હતી અને કોઈ અન્છ્નીય બનાવ ન બને તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવમાં આવ્યો હતો

 

Comments
Loading...
WhatsApp chat