ગરીબ બાળકો મોંઘી હોટેલમાં કોણે ભોજનીયા કરાવ્યા

યંગ ઇન્ડિયા ગ્રુપના સદસ્યે દીકરીના જન્મદિવન ઉજવણી અનોખી રીતે કરી

હંમેશા અલગ અને સમાજ માટે ઉપયોગી અને પ્રેણાદાઇ કામો કરતુ મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા છે કે ગ્રુપના સભ્યો અને તેના પરિવારજનોના જન્મદિવસની ઉજવણી કંઈક અલગ રીતે સામાજિક ચેતના જાગૃત કરતી અને સામાજિક નિસ્બત સંબંધી ઉજવણી કરી મનાવવો. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના મનીષભાઈ રાચ્છની સુપુત્રી ચી.ગાથાના પ્રથમ જન્મદિવસની યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર અનોખી ઉજવણી ના ભાગરૂપે “આપવાનો આનંદ ” કાર્યક્રમ હેઠળ ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તારના શાળાના 85 જેટલા બાળકોને મોરબી શહેરની ભવ્ય હોટેલમાં લઇ જઈ વ્યવસ્થિત રીતે અને સુચારુરુપે જમવાની સમજ કેળવાઈ અને તેમની અંદર સભાનતા અને સમજની સાથે ભવ્ય હોટેલમાં જમવાનો આનંદ માણી શકે તેવા ઉમદા હેતુથી બધા બાળકોને મોરબીના સ્કાય મોલ સામે આવેલી સ્પાઇસી સ્પૂન રેસ્ટોરન્ટમાં ભોજન જમાડીને જન્મદિવસની ઉજવણી કરી હતી. તેમજ તમામ બાળકોને એક ક્રિયેટીવીટી કીટ જેમાં ડ્રોઈંગ બુક, કલર સ્કૅચ પેનનો સેટ સહિતની વસ્તુઓની કીટ આપવામાં આવી હતી. જે બાળકોએ કયારેય આવી આલીશાન કે ભવ્ય હોટલ જોઈ પણ નથી તેવા બાળકોને આવી હોટલના જમાડીને ભોજન કરાવીને આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી મનીષભાઈની પુત્રી ચિ.ગાથા માટે આશીર્વાદ મેળવી ધનીયતા પ્રાપ્ત કરી હતી. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું અમારા ગ્રુપની પરંપરા મુજબ અમારા આદરણીય સભ્ય મનીષ રાચ્છ દ્વારા લાડકી દીકરીના જન્મદિવસની જે રીતે ઉજવણી કરી તે રીતે બીજા લોકો પણ પોતાના પ્રિય જનોના જન્મદિન અવસરે અનોખી રીતે આપવાનો આનંદ મેળવે એવી અભિયર્થના વ્યક્ત કરી હતી.

 

Comments
Loading...
WhatsApp chat