પાલિકાના પાંચ સદસ્યો સામે પક્ષાંતર ધારાની લટકતી તલવાર ?

મોરબી પાલિકામાં ઉપપ્રમુખ ચુંટણી સમયે પક્ષના વ્હીપનો અનાદર કરીને ભાજપના સદસ્ય પ્રફુલભાઈ આડેસરા, અનિલભાઈ મહેતા, જ્યોત્સનાબેન ભીમાણી, જીવુબા જાડેજા અને કુસુમબેન રાઠોડ સહિતના સદસ્યોએ બગાવત કરી હતી. ઉપપ્રમુખ તરીકે ભાજપના અનિલભાઈ મહેતાએ ઉમેદવારી નોંધાવીને કોંગ્રેસ અને બાગી સભ્યોના ટેકાથી ઉપપ્રમુખની ચુંટણી જીત્યા હતા જેના પગલે ભાજપના ભરતભાઈ જારીયાએ પક્ષાંતર ધારા ૧૯૮૬ ની કલમ ૩ અન્વયે અરજી દાખલ કરી હતી જેની નોંધ લઈને રાજ્યના નાઓદ્રષ્ટિ અધિકારી અને સચિવ દ્વારા તમામ પાંચ સદસ્યોને તા. ૨૯ ના રોજ બપોરે ૧૨ કલાકે હાજર રહેવા માટેનો હુકમ આપવામાં આવ્યો છે તેમજ તાકીદ કરવામાં આવી છે કે જો સદસ્યો હાજર નહિ રહે તો એકતરફી કાર્યવાહી કરવામાં આવશે  પણ સુત્રોંથી મળતી વિગત મુજબ ઘીના ઠામાં ઘી પડી જશે

Comments
Loading...
WhatsApp chat