

ગ્રામ્ય ક્રિકેટ એસો મોરબી દ્વારા તા. ૨૦ ને રવિવારના રોજ અન્ડર ૧૯ ક્રિકેટ ટીમ અને અન્ડર ૧૬ ક્રિકેટ ટીમ માટે ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે
જેમાં તા. ૨૦ ને રવિવારે સવારે ૮ : ૩૦ થી ૧૦ સુધી અન્ડર ૧૬ ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે જેમાં ૦૧-૦૯-૨૦૦૯ થી ૩૧-૦૮-૨૦૧૧ જન્મતારીખ ધરાવતા ખેલાડીઓ ભાગ લઇ શકશે જે ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટી શરત તેમજ સ્પોર્ટ્સ શૂઝ પહેરીને પોતાની ક્રિકેટ કીટ સાથે લઈને આવવાનું રહેશે
તેમજ તા. ૨૦ ને રવિવારે સવારે ૧૦ : ૩૦ થી બપોરે ૧૨ સુધી અન્ડર ૧૯ ક્રિકેટ ટીમ માટે ખેલાડી પસંદગી કરવામાં આવશે જેમાં તા. ૦૧-૦૯-૨૦૦૬ થી ૩૧-૦૮-૨૦૦૯ સુધીમાં જન્મેલા ખેલાડીઓ ભાગ લઇ શકશે ખેલાડીઓએ વ્હાઈટ ટ્રેક અને ટીશર્ટ પહેરી તેમજ સ્પોર્ટ્સ શુંઝ પહેરીને આવવાનું રહેશે અને પોતાની ક્રિકેટ કીટ સાથે લાવવાની રહેશે
પસંદગી પ્રક્રિયામાં આવનાર ખેલાડીઓએ પોતાના ૨ ફોટોગ્રાફ, એજ્યુકેશન આઈ કાર્ડ, બર્થ સર્ટીફીકેટ, રેસીડેન્ટ પ્રૂફ, જોબ સર્ટીફીકેટ, આધાર કાર્ડ અને છેલ્લા ત્રણ વર્ષની માર્કશીટ, પાનકાર્ડ અને કેન્સલ ચેક સહિતના ડોક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે
પસદગીનુંસ્થળ
એક્સેલ સ્પોર્ટ એકેડમી
ફ્લોર ૧૭,
એસપી રોડ,મોરબી
મોરબી -૩૬૩૬૪૧
Selection
U16 – 20 /4/2025
Time 8.30 am to 10.00 am
U19 – 20/4/2025
Time 10.30 am to 12.00 pm