

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે બંધુનગર ગામ નજીક યુવાન બાઈક લઈને મોરબી તરફ જતો હતો ત્યારે બીજા બાઈક ચાલકે કાવું મારતા યુવાનના બાઈક સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં યુવાનને માથામાં ગંભીર અને શરીરે ઈજા પહોંચી હતી
વાંકાનેરના માટેલ રોડ ઢુવા ગામ પાસે રહેતા હેમલતાબેન દિલીપભાઈ ચાવડાએ બાઈક જીજે ૦૩ સીજે ૨૮૬૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ અજયભાઈ પોતાનું બાઈક જીજે ૩૬ એએમ ૭૯૨૪ લઈને ઢુવાથી મોરબી જતા હતા ત્યારે હાઈવે પર બંધુનગર ગામ નજીક બાઈક જીજે ૦૩ સીજે ૨૮૬૨ ના ચાલકે બાઈકનું કાવું મારતા અજયભાઈના બાઈક સાથે અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં અજયભાઈને માથામાં ગંભીર અને શરીરે ઈજા કરી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે