મોરબી નાગરિક સહકારી બેંકની ચુંટણીનું પરિણામ જાહેર

મોરબી નાગરિક સહકારી બેંક લી.ના ડીરેક્ટરનાં પદ માટે ગઈકાલે ચુંટણી યોજાઈ હતી. જેમાં ૨૦૪૯ મતદાતાઓએ મતદાન કરતા આશરે ૩૧.૨૫% મતદાન નોંધાયું હતું. બે મહિલા અનામત અને એક એસસી-એસટી બેઠક બિનહરીફ થતા ૬ ડીરેક્ટરના પદ માટે ૧૨ ઉમેદવારો વચ્ચે જંગ જોવા મળ્યો હતો.

 

આ ચુંટણીમાં દીપકભાઈ પોપટને સૌથી વધુ ૧૦૩૨ મત મળ્યા હતા. જ્યારે પરેશભાઈ કચોરીયા ૯૯૧ મત, સંજયભાઈ ધોળકિયા ૯૬૯ મત, ભુપતભાઈ રવેશિયા ૯૬૭, અશ્વિનભાઈ કોટક ૯૨૬ અને મનીષકુમાર ઓગણજા ૯૨૨ મત મેળવી વિજેતા બન્યા છે. અન્ય ઉમેદવારો અજયભાઈ કોટકને ૯૦૯, હિમાંશુભાઈ રવેશિયાને ૮૯૭, ભરતભાઈ મીરાણીને ૮૫૭, કુશલભાઈ હિરાણીને ૮૫૧, દીપકભાઈ સોમૈયાને ૮૪૨ તથા નિલેશભાઇ ખખ્ખરને ૮૧૪ મત મળ્યા હતા. આમ, કુલ ૧૨ ઉમેદવારોમાંથી સૌથી વધુ મતો મેળવનાર ૬ ઉમેદવારો મોરબી નાગરિક સહકારી બેન્કના ડીરેક્ટર તરીકે વિજેતા જાહેર થયા છે.

Leave A Reply

Your email address will not be published.