

સરતાનપર રોડ પર આવેલ ફેકટરીના ગ્રાઉન્ડમાં ટ્રક રીપેરીંગ કરતી વખતે ટ્રક રળતા ટ્રક ચાલકના શરીર પરથી ટાયર ફરી વળતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત થયું હતું પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મધ્યપ્રદેશના વતની કલમસિંહ હરિસિંહ સોનીગરા (ઉ.વ.૪૦) વાળાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે મધ્યપ્રદેશના વતની દિલીપ કાલુરામ પવાર (ઉ.વ.૧૯) નામના ટ્રક ચાલક પોતાની ટ્રક આરજે ૫૦ જીબી ૧૮૩૬ લઈને વાંકાનેર તાલુકાના પર રોડ પર આવેલ રીચ સિરામિકમાં માલ ભરવા ગયા હતા ફેક્ટરી ગ્રાઉન્ડમાં ટ્રકનું પીસ્ટન તૂટી ગયું હોવાથી મિસ્ત્રી મારફતે રીપેરીંગ કામ કરાવ્યું હતું બાદમાં ટ્રક ચાલક દિલીપભાઈ પોતાની ટ્રક ચાલુ કરી એર પ્રેશર ભરતો હતો દરમિયાન મિસ્ત્રીનું નટ બોલ્ટ ખોલવાનું પાનું ટ્રક નીચે રહી ગયું હતું
ટ્રકની યોગ્ય બ્રેક માર્યા વગર કે સાવચેતી રાખ્યા વગર ટ્રક ચાલક દિલીપભાઈ પવાર ટ્રક નીચે પાનું લેવા ગયો હતો અને તર્ક અચાનક પાછળના ભાગે રળતા (ચાલવા) લાગ્યો હતો અને ટ્રક કેબીન પાછળનું ટાયર દિલીપભાઈને શરીર પર ફરી વળતા પેટ અને કમરના ભાગે ગંભીર આંતરિક ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું વાંકાનેર તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે