મોરબીના જીઆઈડીસીમાં દૂધ ગરમ કરવાનું બોઈલર ફાટ્યું, એક શ્રમિકને ઈજા

 

શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભોલે બાબા ડેરીમાં સવારે દૂધ ગરમ કરવા માટેનું બોઈલર ફાટ્યું હતું બોઈલર બ્લાસ્ટ થતા એક કર્મચારીને ઈજા પહોંચી હતી બનાવમાં કોઈ જાનહાની થઇ નથી અને મોટી દુર્ઘટના ટળી હતી

જીઆઈડીસીમાં આવેલ ભોલે બાબા ડેરીમાં દૂધ ગરમ કરવા માટેનું ૩૦૦ કિલો વજન ધરાવતા બોઈલરમાં બ્લાસ્ટ થયો હતો બોઈલર ઓવર હિટીંગને કારણે ફાટ્યું હતું બ્લાસ્ટને પગલે એક ભાગ હવામાં ફંગોળાઈ નજીકમાં આવેલ ફેકટરીના શેડમાં પડ્યો હતો દુર્ઘટના સમયે એક શ્રમિક હાજર હતો જેને સામાન્ય ઈજા પહોંચી હતી કોઈ જાનહાની થવા પામી નથી બોઈલર બ્લાસ્ટ થયા બાદ આગ ફાટી નીકળી હતી જેને ડેરીના સંચાલકોએ સ્થાનિકોની મદદથી તુરંત કાબુમાં લીધી હતી

 

Leave A Reply

Your email address will not be published.