જેતપર ખેડૂત આંદોલનના સમર્થનમાં “આપ” હળવદ શહેર પ્રમુખનું રાજીનામું

 

જેતપર ગામે ચાલી રહેલા બિનરાજકીય ખેડૂત આંદોલનના સમર્થનમાં આમ આદમી પાર્ટી હળવદ શહેર પ્રમુખ જયેશભાઈ વાસુદેવભાઈ પટેલે રાજીનામું આપી આંદોલનને સમર્થન જાહેર કર્યું છે

 

આમ આદમી પાર્ટી હળવદ શહેર પ્રમુખ જયેશભાઈ વાસુદેવભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ અને જીલ્લા પ્રમુખને રાજીનામાં પત્ર સોપતા જણાવ્યું છે કે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ તરીકે સંગઠનની જવાબદારી નિભાવી રહ્યા છે હાલ જેતપર ગામે ખેડૂતોના હિત અને અધિકારો માટે બિનરાજકીય ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે જયેશભાઈ પોતે ખેડૂત પુત્ર છે ધરતીપુત્રોના હક, ન્યાય અને હિતની લડાઈમાં એક ખેડૂત તરીકે કોઇપણ રાજકીય પદ કે પક્ષના બંધન વિના સંપૂર્ણ સમર્પણ સાથે ખભેખભા મિલાવીને સાથ આપવો એ નૈતિક ફરજ બને છે

 

જેથી બિનરાજકીય ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન આપવા તેમજ ખેડૂતોના અધિકારોની લડાઈમાં સક્રિયપણે જોડાવવા માટે સ્વેચ્છાએ આમ આદમી પતિના હળવદ શહેર પ્રમુખ પદ તેમજ પક્ષના તમામ હોદા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપતા હોવાનું જણાવ્યું છે ખેડુતોન હિતમાં લેવાયેલા નિર્ણયને માન આપી રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારવા વિનંતી કરી છે

Leave A Reply

Your email address will not be published.