હળવાદમાં વિદ્યાદર્શનમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી કરવામાં આવી .

       હળવાદમાં સરા રોડ પર આવેલ વિશાળ વિધાદર્શન શૈક્ષણિક સંકુલમાં તા 08/07/2017  ને શનિવારે ગુરુપૂર્ણિમાની ભવ્ય અને દિવ્ય  ઉજવણી કરવામાં આવી. જેમાં ધો kg થી 12 સુધીના તમામ વિદ્યાર્થીઓ પુષ્પ ગુચ્છ સાથે દરેકે પોતાના વર્ગ શિક્ષકનું સન્માન કરી આશિર્વાદ લીધા અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો.જેમાં વક્તવ્ય,અભિનય ગીત અને ભજન,દુહા છંદ જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા. જેમાં હળવદ નગરપાલિકાનાં પ્રમુખ રણછોડભાઈ દલવાડી મુખ્ય મહેમાન બની કાર્યક્રમની શોભા અને ઉત્સાહ વધાર્યો.અને વિધાદર્શન સ્કૂલના મેનેજીંગ ડિરેક્ટરશ્રી નંદલાલભાઈ સોનગરા તેમજ અચાર્યશ્રી રામજીભાઈ સોનગરા એ કાર્યક્રમનું સંચાલન કર્યું અને તમામ શિક્ષક સ્ટાફગણ અને ટ્રસ્ટીગણે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો.
Comments
Loading...
WhatsApp chat