મોરબી મનપા સામાન્ય સભા : વિભાગના વડાઓ ફોન નથી ઉઠાવતા, નંદીઘર મુદો ગાજ્યો
નંદીઘર અને ડીમોલીશન મામલે મેયર પાસે જવાબ ના હતો, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જવાબો આપ્યા


મોરબી મહાનગરપાલિકાની સામાન્ય સભા આજે મેયર અને ડેપ્યુટી કમિશ્નરના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં માંસની દુકાન, કતલખાના સંબંધી પેટા કાયદા ઘડવા, મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિના ચેરમેન ઓફીસના સામાન્ય સભા અને સ્થાયી સમિતિ માટે સરભરા ખર્ચ મંજુર કરવા, કોર્પોરેટરના માનદ વેતનની મહાત્મ મર્યાદા નક્કી કરવા સહિતના મુદાઓની ચર્ચા કરીને બહાલી આપવામાં આવી હતી
મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે કોર્પોરેટરોના માનદ વેતનને મંજુરી આપવામાં આવી હતી ૭૦૦૦ પગાર તેમજ મીટીંગ ભથ્થા, ટેલીફોન અને સ્ટેશનરી ખર્ચ સહીત કુલ ૧૦,૦૦૦ વેતન નક્કી કરવામાં આવ્યું હતું જેને બહાલી આપવામાં આવી છે સામાન્ય સભામાં નંદીઘરનો મુદો કોર્પોરેટર ભુપતભાઈ જારીયાએ ઉઠાવ્યો હતો નંદીના મૃત્યુનું કારણ, એનીમલ હોસ્ટેલ કામગીરી ક્યાં પહોંચી, ઘાસચારા અને પાણી સહિતના મુદે તડાપીટ બોલાવી હતી જે મામલે સામાન્ય સભા સભા બાદ પત્રકારોને બાઈટ આપતી વખતે મેયર ઉત્તમ સુરાણી જવાબ આપી શક્યા ના હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને પાણી અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું નંદીઘરના HOD ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમજ મનપાના વિવિધ વિભાગના વડાઓ કોર્પોરેટરોના ફોન ઉઠાવતા ના હોવાનો મુદો ગાજયો હતો જે મામલે સુચના આપી હોવાનું જણાવ્યું હતું
તો મહાનગરપાલિકા બન્યા બાદ વન વિક વન રોડ અંતર્ગત અગાઉ ડીમોલીશન કામગીરી ચાલતી હતી જે કેમ બંધ કરવામાં આવી છે તેનો જવાબ પણ મેયર ઉત્તમ સુરાણી આપી શક્યા ના હતા અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયંતીભાઈ પડસુંબીયાએ જવાબ આપ્યો હતો
નંદીઘર-ડીમોલીશન મામલે મેયર જવાબો આપી શક્યા ના હતા
સામાન્ય સભા બાદ પત્રકારોને બાઈટ આપતી વખતે મેયર નંદીઘર અને ડીમોલીશન કામગીરી શા માટે બંધ થઇ તેના જવાબો આપી શક્યા ના હતા અને બાજુમાં બેસેલ સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન જયંતીભાઈને જવાબો આપવા જણાવી દીધું હતું યુવા મેયર પાસે અનુભવની કમી હોવાનું જણાઈ આવે છે નંદીઘર મુદો લાંબા સમયથી મીડિયામાં છવાયેલો છે અને સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં પણ તે મુદો ઉઠ્યો હતો આજે સામાન્ય સભામાં પણ મુદો ગાજ્યો હતો જે મુદે મેયર શું કશું જાણતા નથી ? તેવો સવાલ ઉપસ્થિત થયો છે
બે કોર્પોરેટરોએ માનદ વેતન નહિ લેવાનો નિર્ણય કર્યો
આજે કોર્પોરેટરોના માનદ વેતનની મર્યાદા નક્કી કરવામાં આવી હતી જેમાં વોર્ડ નં ૧૦ ના ગણેશ ડાભી અને વોર્ડ ૧૩ ના ભાવિક જારીયાએ માનદ વેતન નહિ લેવાનો નિર્ણય કર્યો હતો જે આવકારદાયક છે



