

મોરબી જીલ્લામાં પ્રવેશોત્સવ ની ઉજવણી કાર્યક્રર્મ અંતગર્ત આજે કપોરીવાડી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નવા સત્ર ઘોરણ ૧માં ૪૧ વિધાર્થીઓના ના સન્માન કરવામાં આવ્યા હતા. ધોરણ ૧ થી ૮ ના પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિધાર્થીઓના ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.ધોરણ ૬ થી ૮ ની વિધાર્થીનીઓ એ “મનુષ્ય તું બડા મહાન હે “ગીત પર ડાન્સ કરીને લોકોને જાગૃત કર્યા હતા.ધોરણ ૬ થી ૮ ના વિધાર્થીઓએ “યોગ” કરીને અત્યાર આધુનિક યુગ માં યોગ નું મહત્વ શીખવ્યું હતું. ધોરણ ૮ ની વિધાર્થીનીએ “બેટી બચાવો “પર વકતવ્ય આપ્યું હતું.આ કાર્યક્રમ અંતગર્ત મુખ્ય મહેમાન તરીકે ડો.જય નિમાવત જીલ્લા એથીડેમિક ઓફિસર ,ભાવેશ પારજીયા CRC ટીબડી ,ભાવેશભાઈ કઝારીયા કાઉન્સીલર વોર્ડનં.૧૧ ,અરજણભાઈ કઝારીયા કાઉન્સીલર વોર્ડનં.૧૧,કરમશીભાઈ પરમાર કાઉન્સીલર વોર્ડનં.૧૧,કંચનબેન ડાભી કાઉન્સીલર વોર્ડનં.૧૧,ગણેશભાઈ નકુમ શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ ,તથા શાળા ના આચાર્ય સુનીલ જોશી ,તેમજ શાળા ના અધ્યક્ષ ગોકળભાઈ ડાભી અને દરેક વાલીગણ હાજરી આપી હતી.આ પ્રસગે મિસ્ત્રી કલબ દ્રારા વિધાર્થીઓને ચકલીઘર વિતરણ કરવામાં આવ્યું હતું.ડો.જય નિમાવત તે વિદ્યાથીઓ સાથે જઈને રૂબરૂ મુલાકાત કરી હતી અને આરોગ્ય વિશે જ્ઞાન આપ્યું હતું.મહેમાનો દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિદ્યાથીઓ દ્રારા આનંદ મેળો ,વેસ્ટ માંથી બેસ્ટ અને રંગોરી જેવા અનેક પ્રવૃતિઓ કરવામાં આવી હતી.અંતે દરેકે નાસ્તો કરી છુટા પડયા હતા.આ કાર્યક્રમ ને સફળ બનવા શાળાના આચાર્ય ,શિક્ષકો ,અધ્યક્ષ અને વાલીગણે ખુબજ જહેમત ઉઠાવી હતી.