મોરબીના યુવાને શ્રાવણ માસમાં માત્ર પાણી પીને શિવભક્તિ કરી

શ્રાવણ માસમાં ભગવાન શિવને રીઝવવા માટે શિવભકતો પૂજાપાઠ અને ઉપવાસ કરતા હોય છે મોરબી જલારામ સેવા મંડળના કાર્યકર રવિભાઈ ચતવાણીએ પવિત્ર શ્રાવણ માસમાં માત્ર પાણી પીને આખો માસ ઉપવાસ કરીને ભગવાન શિવની ભક્તિ કરી હતી ૧૯ વર્ષના રવિભાઈ ચતવાણી છેલ્લા ત્રણ વર્ષથી આ રીતે શિવભક્તિ કરી રહ્યા છે. તેમની ભગવાન શિવ પ્રત્યે અતુટ શ્રદ્ધા અને ભક્તિ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે. જલારામ સેવા મંડળના ગીરીશભાઈ ઘેલાણી અને નીર્મીતભાઈ કક્કડ સહિતનાઓએ તેને અભિનંદન પાઠવ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat