

વિશ્વ યોગ દિવસ અંતર્ગત મોરબીમાં ન્યુ યેરા સ્કુલ ખાતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ધોરણ-૧ થી ૧૨ ના ૧૫૦૦ કરતા વધારે વિધાર્થીઓએ યોગને પોતાના જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે આર્ટ ઓફ લિવિંગ મોરબી સેન્ટરના મુખ્ય કાર્યકર્તા ડો.સંજય બાણુંગરીયા,પરેશભાઈ ભટ્ટ,નીલેશભાઈ કડીવાર અને શીતલબેન કડીવારએ ઉપસ્થિત બાળકોને યોગાસન,સૂર્ય નમસ્કાર તથા ધ્યાન વિશે માર્ગદર્શન તેમજ તાલીમ આપી હતી.