ગંભીર બીમારીથી પીડાતા ગજુને રોટરી કલબ દ્વારા અપાયું નવજીવન

ગજુ દુદાભાઇ વાંઝા ઉમર 22 વષઁ રહે. વિનોબા ગ્રાઉન્ડ ના ઝુપડામા, હળવદ  લગભગ આજથી આઠેક વષઁ પહેલા છકડામા મુસાફરી દરમ્યાન રીક્ષા પલટી ખાઈ જતા અતિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. શરીરના મોટા ભાગના હાડકા બંને પગ બંને હાથ  કમર વગેરે અંગો ભાંગી ગયેલ સાથે ગુપ્તભાગે પણ ગંભીર ઈજાઓ થવાથી તે ભાગ પણ કપાઇ ગયો હતો. જેથી પેશાબને લગતી તકલીફ ઉભી થયેલ એકસીડન્ટ બાદ ગજુ ચાર વર્ષ  સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે એડમીટ રહ્યો હતો.ત્યારબાદ રજા આપ્યા પછી પણ ચાર વર્ષ ઘરે પથારીવશ જ રહ્યો પછી ઘોડીથી થોડો હાલતો ચાલતો થયો હતો.અત્યારે વગર ટેકે હાલતો ચાલતો થઈ ગયો છે પણ કોઈ જાતનુ સહેજ પણ મહેનત પડે એવુ કોઈ પણ કામ કરી શકે એવો શારીરિક રીતે બિલકુલ સક્ષમ નથી.ખરેખર તકલીફની વાત એ છે કે યુરીન  કરાવવા માટે પેડુ મા હોલ કરીને નળી મુકવામા આવી છે. જેની કોથળી છેલ્લા આઠ વષઁથી સાથે લઈને ફરે છે.તેમજ નળી દર પંદર દિવસે ફરજીયાત બદલવા જવુ પડે છે.જો સમયસર નો જાયતો મુશ્કેલી ઉભી થાય છે.રેગ્યુલર અમદાવાદ આવવુ જવુ તેને શારીરિક અને આર્થિક પોસાય એમ નહિ હોવાથી નજીકમા મોરબી કોઈ સજઁન ડોકટર પાસે નળી બદલવા નુ શરુ કયુઁ છે. પણ તેમા થતો છસો રુપિયા જેવો ખચઁ પણ તે કે તેના ઘરના ઉઠાવી શકે એમ નથી. જેથી જ્યા ને ત્યા માંગવા નિકળે છે પણ નાની ઉમર જોઇને કોઇ આપતુ નથી. આવી તકલીફ અને મુજવણ મા હતો ત્યારે રોટરી કલબ ઓફ હળવદ ને સમાચાર મળતા તુરંત જ ગજુને બોલાવીને બધી વિગત અને જાણકારી લીધા બાદ તેને થતો એક મહિનાનો બારસો રુપિયાનો ખચઁ રોટરી દ્રારા ઉપાડી લેવામા આવ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat