



હળવદમાં ઐતિહાસિક સ્મારકો આવેલા છે, જેની જાણવાણી યોગ્ય રીતે થતી નથી. શહેરની ચારે બાજુ વિવિધ શિવાલયો, પાળિયાઓ, ખાંભી આવેલી છે. જેને જોવા અને જાણવા માટે અમદાવાદથી બ્રહ્મસમાજના 12થી 20 વર્ષના બાળકો, કિશોરોએ પદયાત્રા કરી હતી. આ ઐતિહાસિક પદયાત્રા ટૂરમાં ભવાની-ભુતેશ્વર મહાદેવ, સ્મશાનમાં આવેલા સતી- શુરાપુરા, નીલકંઠ મહાદેવ, મોચી જ્ઞાતિના સતીમાં, પાળિયા, કુંવારી સતીમાં, ગૌલેશ્વર મહાદેવ મંદિર, વેજનાથ મહાદેવ મંદિર, શરડેશ્વર મહાદેવ મંદિર, રાજમહેલ, બાબરાતથીનું સ્મારક, સામંતસર સરોવર, મલ્લના પાળિયો, સાસુ વહુનો પાળિયો, વાવ, ભોંયરા જોતા બાળકો અચંબિત થયા હતા. આટલી લાંબી પદયાત્રાનો થાક પળભરમાં ઉતરી ગયો હતો. બાળકોની આ ટૂરમાં સઇ-સુથાર જ્ઞાતિના અગ્રણીઓ ચન્દ્રકાન્ત ઝાલા, અનિલ મિસ્ત્રી, ચમન મિસ્ત્રી, કે.જી.પરમાર, દિપક ચૌહાણ, રાજુ ઝાલાએ ઉપવસ્ત્રોનું દાન કર્યું હતું. બ્રહ્મ સમાજના આગેવાન વિજયભાઈ, વિક્રમ આચાર્ય, રાજુભાઈ, દીપક જોશી, અતુલ પાઠક, બ્રિજેશ રાવલ, ભરત રાવલ, પ્રવિણભાઇ, નિશ્ચિત શુક્લ, દિપક ચૌહાણ સાહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

