મોરબી : ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) પછીના એડમીશન માટે માર્ગદર્શન સેમીનાર યોજાશે 

 

ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામો પછી એન્જિનિયરિંગ, ફાર્મસી જેવા વ્યાવસાયિક કોર્સમાં એડમિશન લેવા માટે એડમિશન કમિટી (ACPC) દ્વારા મોરબી ખાતે ખાસ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.

 

મોરબી સેમિનારની વિગત:

📅 તારીખ: ૦૨/૦૫/૨૦૨૬ (શનિવાર)

🕒 સમય: સવારે ૧૦:૩૦ કલાકે

🏛️ સ્થળ: સેમિનાર હોલ, એડમિન બિલ્ડિંગ, બ્લોક-A, એલ.ઈ. કોલેજ (ડિગ્રી), સામા કાંઠે, મોરબી – ૨.

🔍 સેમિનારમાં શું જાણવા મળશે?

✅ ઓનલાઈન એડમિશન ફોર્મ કેવી રીતે ભરવું?

✅ રજીસ્ટ્રેશન માટે કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે?

✅ કોલેજની પસંદગી (Choice Filling) કેવી રીતે કરવી?

✅ નિષ્ણાતો દ્વારા તમારા પ્રશ્નોનું સીધું સમાધાન.

 

⚠️ ખાસ નોંધ:

આ સેમિનાર નિ:શુલ્ક છે.

બેઠક વ્યવસ્થા “વહેલા તે પહેલા” ના ધોરણે હોવાથી સમય સર  આવવું

દરેક વિદ્યાર્થી સાથે માત્ર એક જ વાલી હાજર રહી શકશે.

તમારા મિત્રો અને સગા-સંબંધીઓ જેમના સંતાનો ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં છે, તેમને આ મેસેજ જરૂર Forward કરશો.

એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ (ACPC), ગુજરાત

Leave A Reply

Your email address will not be published.