મોરબીમાં ઉધાર માલની ખરીદી બાદ રૂ ૧.૨૧ કરોડની રકમ ના ચુકવતા કોમર્શીયલ દાવો વ્યાજ સાથે મંજુર

મોરબીમાં રો મટીરીયલ્સનો માલ ઉધારમાં ખરીદ કર્યા બાદ રૂ ૧.૨૧ કરોડની રકમ ના ચુકવતા કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા અદાલતે કંપની સામે લેણી રકમનો કોમર્શીયલ દાવો વ્યાજ સાથે મંજુર કર્યો છે

 

જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ મોર્બુ મુકામે ક્રિષ્ના કલર કેમ નામથી ધંધો કરતી ભાગીદારી પેઢી પાસેથી મોરબી મુકામે ડીજીસેરા ટાઈલ્સ એલએલપી નામથી ધંધો કરતી પેઢીએ તેના ઓર્ડર અને જરૂરિયાત મુજબ અલગ અલગ તારીકોહે રો મટીરીયલ્સ (કલર) નો માલ ઉધારીમાં ખરીદ કર્યો હતો તે માલ મોકલાવ્યા બાદ ડીજીસેરા ટાઈલ્સ એલએલપી પાસેથી લેઝર એકાઉન્ટ મુજબ રૂ ૧,૨૧,૬૩,૯૭૩ લેવાના બાકી નીકળતા હતા જેથી પેઢી પાસે અનેક વખત રકમ ચૂકવી આપવા ઉઘરાણી કરેલ અને બાકી રકમની ચુકવણી માટે ઘણો સમય આપવા છતાં રકમ ચૂકવી ના હતી

 

જેથી ક્રિષ્ના કલર કેમ ભાગીદારી પેઢીએ મોરબીના પ્રિન્સીપાલ સીનીયર સિવિલ કોર્ટમાં પ્રતિવાદીઓ ડીજીસેરા ટાઈલ્સ એલએલપી તથા તેના ડેઝીગ્નેટેડ ભાગીદાર નીખીલ દિલીપભાઈ મેરજા સામે કોમર્શીયલ સ્યુટ લેણી રકમની વ્યાજ સહિતની વસુલાત માટે દાખલ કર્યો હતો જે દાવો મોરબીની અદાલતમાં ચાલી જતા રજુ થયેલ પુરાવાઓને ધ્યાને લઈને વાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જે મુજબ પ્રતિવાદીઓએ કોર્ટના હુકમ મુજબ વાદીને રૂ ૧,૨૧,૬૩,૯૭૩ વાર્ષિક ૭ ટકાના વ્યાજ સહિતની ચુકવણી કરવાનો હુકમ ફરમાવ્યો છે તેમજ દાવાની તારીખથી જ્યાં સુધી લેણી રકમ ના ચુકવે ત્યાં સુધી વ્યાજ આપવાનો અને દાવાનો તમામ ખર્ચ ચૂકવી આપવાનો હુકમ કર્યો છે

 

આ લેણી રકમની વસુલાતના કોમર્શીયલ દાવામાં વાદી ક્રિષ્ના કલર કેમ નામથી ધંધો કરતી ભાગીદારી પેઢી તરફે વકીલ આર એ પટેલ, એન એલ વડસોલા, આશિષ એચ દસાડીયા અને ઇન્ટર્નશીપ મીતાલી ભોજાણી, મૌલી કાવર રોકાયેલ હતા

 

Leave A Reply

Your email address will not be published.