મોરબી મહાનગરપાલિકા ચુંટણીમાં ૧૭૭ ઉમેદવારો પૈકી ૯૪ ની ડીપોઝીટ ડુલ


મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાયેલી ચુંટણીમાં ભાજપે ઇતિહાસનું પુનરાવર્તન કરી તમામ ૫૨ બેઠકો પર કબજો જમાવ્યો છે તો સામાપક્ષે ચુંટણી લડી રહેલા કોંગ્રેસ અને આપ ઉમેદવારોની ડીપોઝીટ પણ ડુલ થવા પામી છે ૧૭૭ ઉમેદવારો પૈકી ભાજપના ૫૨ વિજેતાઓને બાદ કરતા ૧૨૫ ઉમેદવારો બચ્યા હતા જેમાંથી ૯૪ ની ડીપોઝીટ ડુલ થઇ છે
મોરબી મહાનગરપાલિકાની ચુંટણીમાં ૬૫.૬૨ ટકા મતદાન થયું હતું જેમાં ભાજપના ૫૨ ઉમેદવારો વિજેતા બન્યા હતા તે સિવાય માત્ર ૩૧ ઉમેદવારો ડીપોઝીટ બચાવી શક્યા છે અને ૧૭૭ માંથી ૯૪ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ છે એટલે કે ૫૩ ટકા ઉમેદવારો પોતાની ડીપોઝીટ પણ બચાવી શક્યા નથી જેમાં આપના ૪૬, કોંગ્રેસના ૨૮ અને અન્ય પક્ષ તેમજ અપક્ષ સહીત ૨૦ એમ કુલ ૯૪ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ છે આમ આદમી પાર્ટીના સૌથી વધુ ઉમેદવારોની ડીપોઝીટ ડુલ થઇ છે તો મુખ્ય વિપક્ષ કોંગ્રેસના પણ ૫૦ ટકાથી વધુ ઉમેદવારો ડીપોઝીટ પણ બચાવી શક્યા નથી
કોંગ્રેસે ૪૯ બેઠકો પરથી ઉમેદવારો મેદાને ઉતાર્યા હતા જેમાંથી ૨૮ ની ડીપોઝીટ ડુલ થઇ છે તો આમ આદમી પાર્ટીએ તમામ ૫૨ બેઠકો પરથી ઉમેદવારો ઉતાર્યા હતા જેમાંથી ૪૬ ની ડીપોઝીટ ડુલ થઇ છે એટલે કે કુલ ૮૮ ટકા ઉમેદવારો ડીપોઝીટ બચાવી શકયા નથી અનેક વોર્ડમાં મુખ્ય વિપક્ષ કોંગ્રેસ કરતા આમ આદમી પાર્ટી અને અપક્ષ ઉમેદવારોનો દેખાવ સારો રહ્યો હતો


