મોરબી: સ્કૂલ બસના સોદામાં ૪ લાખની છેતરપિંડી, અમદાવાદના શખ્સ વિરુદ્ધ ગુનો

મોરબીમાં સ્કૂલ બસ ખરીદ-વેચાણના બહાને એક વ્યક્તિ સાથે રૂપિયા ૪,૦૦,૦૦૦ ની છેતરપિંડી થઇ હતી. આ મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, મોરબીના રવાપર રોડ પર ક્રિષ્ના સ્કૂલ સામે કલ્પ બિંદુ ખાતે રહેતા ભાવેશભાઈ દેવજીભાઈ ભાલોડીયાએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે અમદાવાદના રહેવાસી આરોપી સફીમહમદ શેખ નામના શખ્સે સ્કૂલ બસના લે-વેચના બહાને ફરિયાદીનો વિશ્વાસ કેળવ્યો હતો. આરોપીએ કન્યા છાત્રાલય રોડ પર તપોવન સ્કૂલ પાસે ફરિયાદીને વિશ્વાસમાં લઈ ઓનલાઈન ખાતામાં રૂ. ૪,૦૦,૦૦૦ ટ્રાન્સફર કરાવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ન તો સ્કૂલ બસ આપી કે ન તો નાણાં પરત કર્યા, જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave A Reply

Your email address will not be published.