વાંકાનેરના રાતીદેવરી ગામે નદીના પટમાં જુગાર રમતા ૩ ઝડપાયા

વાંકાનેરના રાતીદેવરી ગામની સીમમાં આવેલ આહો નદીના પટમાં ખુલ્લી જગ્યાએ જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી લીધા છે. આ મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, વાંકાનેરનાં રાતીદેવરી ગામની બોડીયાર સીમમાં આહો નદીના પટ્ટમાં જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ કરી હતી. આ દરમિયાન સ્થળ પરથી રાતીદેવરી ગામના રહેવાસી આરોપીઓ અલાઉદીન વલીભાઇ માણસીયા, ઉસ્માન આહમદભાઇ કડીવાર અને સતિષ શામજીભાઇ પ્રબતાણીને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી ગંજીપાનાના પાના અને રોકડા રૂ. ૪,૧૮૦ કબજે કરી ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.