સ્થાનિક સ્વરાજ્ય ચુટણી : કોંગ્રેસના ૬ ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા ?
મહાપાલિકાના ત્રણ અને તાલુકા પંચાયતના ત્રણ સદસ્યો અજ્ઞાતવાસમાં


સ્થાનિક સ્વરાજ્ય ચુંટણી માટે ફોર્મ ભરવાની અને ફોર્મ ચકાસણી કામગીરી પૂર્ણ થઇ ચુકી છે અને હવે ફોર્મ પરત ખેંચવાનો બુધવારે અંતિમ દિવસ છે ત્યારે રાજકીય પક્ષોને તૂટ ફૂટનો ડર સતાવી રહ્યો છે કોંગ્રેસે છ ઉમેદવારોને અજ્ઞાતસ્થળે મોકલી દીધા હોવાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ છે
ફોર્મ ચકાસણી બાદ હવે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે જે પૂર્વે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે કોંગ્રેસના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહાનગરપાલિકામાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો અને તાલુકા પંચાયતમાં ત્રણ સદસ્યોને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે
તેઓ રાજ્ય બહાર છે કે પછી ક્યાં તે માહિતી પ્રાપ્ત થઇ નથી પરંતુ કોંગ્રેસને ઉમેદવારો તૂટવાનો ભય સતાવી રહ્યો છે અને સાવચેતીના ભાગરૂપે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે બુધવારે ફોર્મ પરત ખેંચવાનો દિવસ પૂર્ણ થઇ જાય બાદમાં ઉમેદવારોને ચુંટણી પ્રચાર માટે પરત લાવવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે


