અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળે વડાપ્રધાનને પત્ર લખ્યો

 

મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અલગ સૌરાષ્ટ્ર રાજ્ય બનાવવાની માંગ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખવામાં આવ્યો છે

 

જે પત્રમાં જણાવ્યું છે કે ભારતની વિકાસ યાત્રામાં હવે સમય આવી ગયો છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય આપવું દાખલા તરીકે મોરબીનો દાખલો લેવામાં આવે તો એક સિરામિક ઉદ્યોગ આશરે દસ હજાર કરોડનો ટેક્સ ભરે છે તેવું જાણવા મળે છે તેવી જ રીતે રાજકોટ, ભાવનગર, પોરબંદર, જામનગર, ધોરાજીઅને અન્ય નાના-મોટા શહેરમાં ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે અને ટેક્ષ ભરે છે પોતાના પગ પર ઉભા છે સૌરાષ્ટ્રના ઘણા બધા રાજકીય, ઉદ્યોગને લગતા, કારીગરને લગતા, વિદ્યાર્થીને લગતા તથા શિક્ષણને લગતા પ્રશ્નો છે

 

ગાંધીનગર જવાથી સમય અને શક્તિ તેમજ આર્થિક બોજ વધે છે અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હોય તો ગાંધીનગરનો ઘણો ભાર હળવો થઇ જાય ભૂતકાળમાં ઢેબરભાઈના વખતમાં અલગ સૌરાષ્ટ્ર રાજ્ય હતું નાનું રાજ્ય હોય તો વહીવટ અને વ્યવસ્થા સારી રીતે જળવાઈ સકે જેથી સૌરાષ્ટ્રને અલગ રાજ્ય બનાવવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.