



મોરબીના નગર દરવાજા પાસે બાઈક પસાર થતી વખતે બાઈક હેન્ડલ બ્લેઝરમાં ફસાઈ જતા બાઈક જોઇને ચલાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઇ હતી અને બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના પીપળી ગામે શિવપાર્ક સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બીજલભાઈ રાઠોડે આરોપી વિશ્નારામ પ્રજાપતિ હાલ રહે ચિત્રકૂટ સિનેમા પાછળ, મૂળ રાજસ્થાન વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી વિશ્નારામ બાઈક આરજે ૦૪ એસવી ૧૦૧૫ લઈને નગર દરવાજા પાસે આવેલ મોબાઈલ દુકાન પાસેથી રોંગ સાઈડમાં આવતો હતો અને તે વખતે તેના બાઈકનું હેન્ડલ ફરિયાદીના બ્લેઝરમાં ફસાઈ ગયું હતું જે બાબતે ગાળો બોલી ધક્કો મારી પાડી દઈને આંગળીમાં ફ્રેકચર ઈજા કરી હતી
જયારે સામાપક્ષે યશકુમાર મગનારામ પ્રજાપતિ રહે હાલ ઉમિયાપાર્ક વાવડી રોડ મૂળ રાજસ્થાન વાળાએ આરોપી દેવજી રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના સમ્બ્નાધી ભાણેજ વિશ્નારામ પ્રજાપતિ બાઈક દોરાવીને પાછળની ગલીમાં મુકવા જતા હતા ત્યારે આરોપી દેવજી રાઠોડ સામેથી દોડીને આવતા મોટરસાયકલનું હેન્ડલ આરોપીના શર્ટમાં ફસાઈ જતા માં બહેનની ગાળો આપી થપાટો મારી શર્ટનો કોલર ખેંચી નીચે પછાડી દીધા હતા અને સમાધાન કરવાના રૂપિયા બે લાખની માંગણી કરી જે રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે