હળવદ અને માળિયામાં અપમૃત્યુના બનાવોમાં ત્રણના મોત

હળવદના સુસવાવ નજીક નદીના કાંઠેથી બાળકનો મૃતદેહ મળ્યો

સુસવાવ ગામના પાદરમાં સ્મશાન પાસે નદીના કાંઠેથી એક વર્ષની ઉમરના અજાણ્યા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તલુકાના સુસવાવ ગામના પાદરમાં આવેલ સ્મશાન પાસે બ્રાહ્મણી નદીના કાંઠેથી અજાણ્યા બાળક આશરે ૧ વર્ષ ઉમરનો મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહ કોહવાયેલ હાલતમાં મળી આવતા હળવદ પોલીસ ટીમ દોડી ગઈ છે મૃતદેહ પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો છે અને બાળકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે

 

માળિયાના ખીરસરા ગામ નજીક ન્હાવા ગયેલ વૃદ્ધનું ડૂબી જતા મોત

ખીરસરા ગામ પાસે આવેલ તળાવના પાણીના નિકાલની વેણમાં પાણીમાં ડૂબી જતા ૬૦ વર્ષીય વૃદ્ધનું મોત થયું છે

માળિયા તાલુકાના ખીરસરા ગામે રહેતા માનભાઈ ભગાભાઈ વાઘેલા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગામ પાસે આવેલ તળાવના પાણીના નિકાલની વેણમાં ન્હાવા ગયા હતા અને પાણીમાં ડૂબી જતા વૃદ્ધનું મોત થયું હતું માળિયા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

 

માળિયાના મોટા દહીંસરા ગામે એસીડ પી લેતા વૃદ્ધનું મોત

મોટા દહીંસરા ગામના રહેવાસી ૮૩ વર્ષીય વૃદ્ધ માનસિક બીમારીથી પીડિત હતા અને પોતાના ઘરે જાતે એસીડ પી લેતા મોત થયું હતું

બનાવની મળતી માહિતી મુજબ માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે વિવેકાનંદનગરના રહેવાસી રવુભા મોમૈયાજી જાડેજા (ઉ.વ.૮૩) નામના વૃદ્ધ પાંચેક મહિનાથી માનસિક બીમારીથી પીડાતા હતા અને માનસિક રીતે અસ્વસ્થ હોવાથી પોતાની જાતે ઘરે એસીડ પી લેતા મોત થયું હતું માળિયા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.