

મોરબી તાલુકાના પાનેલી ગામમાં ફૂવા સહિતના ચાર ઈસમો જૂની અદાવતનો ખાર રાખી લાકડાના ધોકા લઈને યુવાન પર તૂટી પડ્યા હતા જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા છે પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના પાનેલી ગામે રહેતા વિશાલ ઉર્ફે જેન્તીભાઈ રાજેશભાઈ કટેશીયા (ઉ.વ.૧૮) વાળાએ આરોપીઓ તુલસીભાઈ અણદાભાઈ ચાવડા, સંજયભાઈ અણદાભાઈ ચાવડા, રાજદીપભાઈ તુલશીભાઈ ચાવડા અને મનીષ તુલશીભાઈ ચાવડા રહે બધા પાનેલી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૮ ના રોજ બપોરના સમયે ફરિયાદી પાન માવો ખાવા પાનેલી ગામની ક્રિષ્ના પાન દુકાને ગયો હતો જ્યાં ફૂવા તુલશીભાઈ દુકાને લાકડાનો ધોકો લઈને બેઠા હતા અને ફૂવાના ભાઈ સંજયભાઈ, ફૂવા તુલશીભાઈ તેમજ બંને દીકરા રાજદીપ અને મનીષે લાકડાના ધોકા વડે આડેધડ મારવા લાગ્યા હતા અને ગાળો આપી હતી જતા જતા પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા
આમ ફરિયાદીના પિતા હયાત હતા ત્યારથી ફૂવા તુલસીભાઈ સાથે નાનું મોટું મનદુઃખ ચાલતું હતું અને બાપુજીના અવસાન થયા બાદ તુલશીભાઈને તેનો પરિવાર સાથે ફરિયાદીના માતાના આડા સંબંધ બાબતે બોલાચાલી થઇ હતી જેનું સમાધાન થઇ ગયું હતું છતાં તે બાબતનો ખાર રાખી તુલશીભાઈના દીકરા મનીષની મોટરસાયકલમાં સાઈડ કાપતા તે બાબતનું મનદુઃખ રાખી ચારેય આરોપીઓ લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

