મોરબીના હરીપર (કે) ગામે મકાન ભાડા બાબતે મારામારીમાં વળતી પોલીસ ફરિયાદ

            હરીપર કેરાળા ગામમાં મકાન ભાડું માંગવા બાબતે બઘડાટી બોલી ગઈ હતી જેમાં સામાપક્ષે મારામારીની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

            મોરબીના હરીપર (કે) ગામના રેખાબેન સુરેશભાઈ પાંચિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાએ આરોપો અમિત પટેલ અને દીપેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અમિત પટેલે મકાન ભાડું માંગવા બાબતે કિરણબેનને ગાળો અપાઈ જેમ ફાવે તેમ ભૂંડા બોલી બોલાચાલી કરી હતી ફરિયાદી રેખાબેન તેમજ કિરણબેન અને લક્ષ્મણભાઈ, મેહુલભાઈ આરોપીને સમજાવવા જતા ગાળો આપી લાકડાના ધોકા વડે લક્ષ્મણભાઈને હાથમાં મુંઢ માર માર્યો હતો અને છોડાવવા જતા ફરિયાદી રેખાબેનને ધક્કો મારતા નીચે પડી જતા માથામાં ઈજા પહોંચી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.