મોરબીના ખરેડા ગામે મગફળીના મોલમાં ટ્રેક્ટર ચાલવાની ના પાડતા આધેડને માર માર્યો

 

મોરબીના ખરેડા ગામની સીમમાં ખેતરમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલ હોય જેમાં ગામના જ શખ્સ દ્વારા મોલની અંદર ટ્રેક્ટર ચલાવવા મામલે વાડી માલિકે કહેતા પથ્થર મારી ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે

મોરબીના ખરેડા ગામે રહેતા બચુભાઈ મહાદેવભાઈ ચાડમીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેની વાડીમાં મગફળીનું વાવેતર કરેલ હોય જેમાં આરોપી રમેશભાઈ ફૂંગસીયા દ્વારા મોલની અંદર ટ્રેક્ટર ચલાવેલ હોય જે ટ્રેકટર ચાલવાની બચુભાઈ એ ના પાડતા આરોપી રમેશભાઈ એ ઉશ્કેરાઈ જઈ તેના હાથમાં રહેલ પથ્થરથી બચુભાઈને મારી ઈજા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે

Leave A Reply

Your email address will not be published.