માળિયાના વવાણીયા ગામે સ્મશાનમાં દેવી દેવતાની મૂર્તિ ખંડિત થવા મામલે ફરિયાદ નોંધાઈ

 

માળિયાના વવાણીયા ગામના હિંદુ સમાજના સ્મશાન જ્ઞાન નગરીમાં દેવી દેવતાની મૂર્તિઓ ખંડિત થવા મામલે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે જે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે

માળિયાના વવાણીયા ગામે રહેતા સામાજિક આગેવાન અશ્વિનસિંહ મેઘુભા પરમારે માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા.૧૮-૦૬-૨૦૨૬ થી ૧૫-૦૮-૨૦૨૬ દરમિયાન કોઈ પણ સમયે વવાણીયા ગામના હિંદુ સ્મશાનમાં કોઈ અજાણ્યા ઇસમ દ્વારા  ગેરકાયદેસર પ્રવેશ કરી હિંદુ સમાજ દ્વારા રાખવામાં આવેલ દેવી દેવતાની મૂર્તિઓને જાણી જોઇને તોડી ખંડિત કરી નુકશાન કરી હિંદુ સમાજની લાગણી દુભાઈ તેવું કૃત્ય કરેલ હોવાની ફરિયાદ નોંધાવી છે તો માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave A Reply

Your email address will not be published.