મીઠા ઉધોગ અને પરિવહન સંચાલિત એકમોને ડીઝલ પુરવઠો આપવા મરીન સોલ્ટ એસોની માંગ
મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન દ્વારા કલેકટરને રજૂઆત


મીઠા ઉદ્યોગ અને તેમાં પરિવહન સંચાલિત એકમોને ડીઝલનો પુરતો જથ્થો આપવાની માંગ સાથે મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર્સ દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
જે રજુઆતમાં જણાવ્યું છે કે યુદ્ધની સ્થિતિ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારના અગમચેતી પગલા અને સુનિયોજિત વ્યવસ્થાના માધ્યમથી ગુજરાત અને દેશમાં ઇંધણના પુરવઠાની સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે મીઠા ઉદ્યોગ સરકારનો આભાર માને છે મીઠા ઉત્પાદન અંતર્ગત હાર્વેસ્ટિંગ ક્રિસ્ટીલાઈઝરમાં પડેલ જથ્થાનો હિટાચી મશીનથી એકઠું કરવું તેમજ જથ્થાને ટ્રેક્ટર લોરીથી લોકલ જ વોશરીમાં વોશ કરવું તે વોશ માલને હિપીંગ કરવું અને માલને હિટાચી મશીનથી લોડીંગ કરવું અને લોડીંગ કરીને રેલ્વે સાઈડીંગ સુધી ટ્રાન્સપોર્ટશન કરવું અને હિપીંગ કરવું બાદમાં મીઠાના સ્ટોકને રેલ્વે દ્વારા વેગનમાં લોડ કરવાનું થાય
જે તમામ પ્રક્રિયાના ચેઈનવાળા હિટાચી મશીન અને લોડરનો ઉપયોગ થતો હોય જે વાહનો પેટ્રોલ પંપે આવી સકે તેમ ના હોવાથી તેમજ જનરેટર ડીઝલ એજ્નીંગ અને ક્રિસ્ટીલાઈઝરમાંથી ટ્રેક્ટર ચરખીથી મીઠાનું એકઠું કરવાનું કાર્ય થાય છે મશીનરી પેટ્રોલ પંપે આવીને ડીઝલ જથ્થો લઇ સકે તેમ ના હોય અને એક ચેઈનવાળા હિટાચી મશીનમાં ૪૫૦ થી ૫૦૦ લીટર અને ચરખીવાળા ટ્રેક્ટરમાં ૨૫૦ થી ૩૦૦ લીટર લોકલ વોશરીના ટ્રાન્સફરમાં ટ્રેક્ટર દીઠ ૩૦૦ થી ૩૫૦ લીટર અને જનરેટરમાં અને ડીઝલ એન્જીનમાં દરરોજ ૫૦૦ લીટરની જરૂરિયાત રહે છે મીઠા ઉદ્યોગ છેવાડાના વિસ્તારમાં કાર્યરત છે જ્યાં ડીઝલ અને ઈલેક્ટ્રીસીટી ઉત્પાદનના મુખ્ય કાચા માલ તરીકે ઉપયોગ થાય છે અને આખા ભારતમાં ૮૦ ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાત રાજ્યમાં થાય છે જેમાંથી ૩૦ ટકા ઉત્પાદન માળિયા (મી.) અને હળવદમાં થાય છે મીઠાનું ઉત્પાદન ચોમાસામાં થતું હોય છે અને હાલ મીઠાની પીક સીઝન છે જેથી ડીઝલનો પુરતો જથ્થો મળી રહે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે