

મોરબીના ચકચારી દુષ્કર્મના ગુના મામલે આજે ડીવાયએસપીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ચોકાવનારા ખુલાસા થયા છે ટેસ્ટમાં બાળક પોતાનું ના હોવાનો પતિ સમક્ષ ભાંડો ફૂટ્યો હતો અને પરિણીતાએ ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ પાંચ વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે
મોરબીની રહેવાસી એક પરિણીત મહિલાએ મહાનગરપાલિકાના મહિલા કોર્પોરેટરના પતિ આરોપી શૈલેષ માકાસણા વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પાંચ વર્ષ પૂર્વે પતિની બીમારી માટે આરોપી શૈલેષ માકાસણા પાસેથી ૧ લાખ ઉછીના લીધા હતા જે રકમના બદલામાં આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું જેને પગલે પરિણીતા ગર્ભવતી બની હતી જેથી આરોપીએ બાળકની જવાબદારી તે નિભાવશે તેવો વાયદો કરતા ગર્ભપાત કરાવ્યો ના હતો અને ભોગ બનનાર પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો જે બાળકના જન્મ બાદ બાળકની કોઈ જવાબદારી આરોપી નિભાવતો ના હતો જેથી પરિણીતાએ આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી
જે દુષ્કર્મના ગુના મામલે આજે ડીવાયએસપી જે એમ આલે માહિતી આપતા જણાવ્યું હતું કે પતિની બીમારી માટે રૂ ૧ લાખ લીધા બાદ નાણાની ઉઘરાણી કરી વર્ષ ૨૦૨૦ માં આરોપીએ પૈસાની લેતીદેતીના બહાને મહિલાને ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું હતું અને પતિની બીમારી દરમિયાન બાળકના બોનમેરો ચેક કરાવતી વખતે બાળક પોતાનું ના હોવાનું સામે આવ્યું હતું જેથી સમગ્ર બાબતે ભોગ બનનાર પરિણીતાએ પતિને જાણ કરી હતી અને પતિએ હિમત આપતા મહિલાએ આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે મહિલાને સંતાન હોવાની બાબતે DNA ટેસ્ટ કરાવી સાયન્ટીફીક પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે બનાવ અંગે વધુ તપાસ એ ડીવીઝન પીએસઆઈ ચલાવી રહ્યા છે