માળિયામાં રાત્રીના ૫ ઈંચથી વધુ વરસાદ, વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો


મોરબી જીલ્લામાં ગુરુવારે મોડી રાત્રીથી વરસાદ શરુ થયો હતો માળિયા તાલુકામાં રાત્રીના ૧૨ થી ૪ સુધીમાં ૫ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જયારે વાંકાનેર પંથકમાં છેલ્લા ૨૪ કલાકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે
મોરબી જીલ્લામાં ગુરુવારે રાત્રીથી વરસાદી માહોલ વચ્ચે મોડી રાત્રીના માળિયા પંથકમાં ૧૨ વાગ્યા બાદથી ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ચાર કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો મોરબી જીલ્લાના માળિયા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૧ મીમી, મોરબી તાલુકામાં ૦૭ મમી, ટંકારા તાલકામાં ૦૩ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૭ મીમી વરસાદ નોંધાયો છે તો હળવદ તાલુકામાં ૨૪ કલાકમાં વરસાદ નોંધાયો નથી