

આમરણના રહેવાસી આધેડ માનતા કરવા ટંકારા દરગાહ ગયા હતા ત્યારે પત્ની રીસામણે હોવાનો ખાર રાખીને બનેવી સહિતના બે ઇસમોએ સાળાને છરી બતાવી ધમકી આપી તેમજ ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા કાસમ નઝમલભાઈ તૈલી (ઉ.વ.૪૫) વાળાએ આરોપી જાકીર આમદ માડકીયા અને હાજી આમદ માડકીયા રહે બંને ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે તા. ૦૬ ના રોજ બપોરે ફરિયાદી કાસમ અને તેનો દીકરો અયાઝ બંને બ્રેજા કાર જીજે ૩૬ બીબી ૦૪૬૧ લઈને ટંકારા કલ્યાણપર રોડ પર આવેલ કાસમીયા પીર દરગાહ માન્મતા કરવા નીકળ્યાં હતા બાદમાં ટંકારા દરગાહ માનતા કરીને આમરણ જવા નીકળ્યા ત્યારે ખીજડીયા રોડ પર રાત્રીના આઠેક વાગ્યે કાર પાછળ કાકાની દીકરી સરતાજનો પતિ જાકીર એકટીવા જેવું મોટરસાયકલ લઈને સાઈડ કાપી કાર આગ મોટરસાયકલ ઉભું રાખ્યું હતું જેથી કાર સ્પીડ ધીમી પાડી હતી
જાકીરે હાથમાં રહેલી છરી બતાવીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ડરી જતા નીકળી ગયો હતો અને આમરણ પહોંચી ટંકારા રહેતા મામા ઉમરભાઈ નુરભાઇ માડકીયાને ફોન કરી બનાવની જાણ કરી ત્યારે જાકીરનો ભાઈ હાજી આમદ માડકીયા આવ્યો અને મામાના ફોન પરથી જેમ ફાવે તેમ ગાળો આપી આજે તું નીકળી ગયો નકર તને જાનથી મારી નાખીશ હજી જો ટંકારા બાજુ દેખાયો તો જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી ફરિયાદીના કાકાની દીકરી સરતાન રીસામણે હોય તેનો ખાર રાખી સરતાજના પતિ જાકીરએ છરી બતાવી ગાળો આપી તેમજ જાકીરના ભાઈ હાજીએ મામાના ફોનમાંથી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે