

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૬ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નવયુગ સંકુલ, વિરપર, મોરબી ખાતે સશસ્ત્ર દળ સન્માન સમારોહ યોજાશે.
સૈનિક કલ્યાણ બોર્ડ રાજકોટના સહયોગથી યોજાનાર સૈનિકોના સન્માન માટેના આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના વીરો અને તેમના પરિવારોને સન્માનિત કરવામાં આવશે, જેમાં મંત્રી, જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે. દેશની રક્ષા માટે સરહદ પર તૈનાત આપણા વીર સૈનિકો અને તેમના પરિવારના સન્માન કાર્યક્રમમાં મોરબીના દરેક દેશપ્રેમી નાગરિકોને આવવા મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.